UP: હિંસા ફેલાવનારાઓ પર કડક કાર્યવાહી, મુઝફ્ફરનગરમાં ઉપદ્રવીઓની 47 દુકાન સીલ
મુઝફ્ફરનગરમાં હિંસા કરનારા આરોપીઓની 47 દુકાનો પ્રશાસને સીલ કરી છે. મુઝફ્ફરનગરના એસપી સિટી સતપાલે ઝી મીડિયાને ફોન પર જણાવ્યું કે અમે હિંસા દરમિયાન જે વીડિયોગ્રાફી કરી હતી તેના આધાર પર આ ઉપદ્રવીઓની ઓળખ કરી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા આ લોકોની દુકાનો વહીવટી તંત્રએ હવે સીલ કરી છે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં હિંસક પ્રદર્શન થયા છે. યુપીમાં હિંસાને લઈને ડીજીપી ઓ પી સિંહને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) આજે તલબ કર્યા હતાં. ત્યારબાદ ડીજીપી ઓ પી સિંહ તેમને મળવા પહોંચ્યા. તેમણે સીએમ યોગીને હિંસાને લઈને અપડેટ આપ્યાં. આ બાજુ લખનઉ (Lucknow) હિંસા મામલે પોલીસે એક લાખ 25 હજારની નોટિસ પણ મોકલી છે. લગભગ એક ડઝન જેટલા હિંસા આચરનારા લોકોના ઘરે આ પ્રકારે નોટિસ ફટકારવામાં આવી છે. તમામ લોકોને 1,25,000 રૂપિયાની નોટિસ મોકલવામાં આવી છે. યુપી સરકાર ઉપદ્રવીઓની ઓળખ કરીને નોટિસ મોકલી રહી છે. આ ઉપરાંત મુઝફ્ફરનગરમાં હિંસા કરનારા આરોપીઓની 47 દુકાનો પણ વહીવટીતંત્રે સીલ કરી છે.
મળતી માહિતી મુજબ મુઝફ્ફરનગરમાં હિંસા કરનારા આરોપીઓની 47 દુકાનો પ્રશાસને સીલ કરી છે. મુઝફ્ફરનગરના એસપી સિટી સતપાલે ઝી મીડિયાને ફોન પર જણાવ્યું કે અમે હિંસા દરમિયાન જે વીડિયોગ્રાફી કરી હતી તેના આધાર પર આ ઉપદ્રવીઓની ઓળખ કરી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા આ લોકોની દુકાનો વહીવટી તંત્રએ હવે સીલ કરી છે.
ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ગઈ કાલે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન બહારના તત્વોની હાજરી જાણવા મળી છે. અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યાં છે. જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં તે તમામ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે.
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube